Posts

Pankhi Bani Udi Jaiye - Balgeet

Image
  પંખી બની ઉડી જઇએ   પંખી બની ઉડી જઈએ (2) હો... હો... હો... ચાંદા મામા ના દેશમાં (2) ટમટમતા તારલા નો દેશ ચાંદા મામા  તારલા બની ટમકી જઈએ (2) હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં (2) પંખી બની ઉડી જઈએ હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં કાળી કાળી વાદળી નો દેશ ચાંદા મામા વાદળી બની વરસી જઈએ (2) હો... હો... હો... ચાંદા મામા ના દેશમાં પંખી બની ઉડી જઈએ હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં રૂપાળી પરીઓનો દેશ ચાંદા મામા પરી બની ઉડી જઈએ (2) હો... હો... હો... ચાંદા મામા ના દેશમાં પંખી બની ઉડી જઈએ (2) હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં  

Chakiben Chakiben - Balgeet

Image
  ચક્કીબેન ચક્કીબેન ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. બેસવા ને પાટલો, સૂવાને ખાટલો,  ઓઢવાને પીંછા આપીશ તને, આપીશ તને  ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. પે'રવાને સાડી, મોર પીંછાવાળી, ઘુઘરિયા ઝાંઝર આપીશ તને, આપીશ તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. ચક ચક કરજો, ચી.. ચી.. કરજો..  ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. મમ્મી રમાડશે, પપ્પા રમાડશે, બેની ઝુલાવશે હિંચકે તને, હિંચકે તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588

Pahele Ramkade ho - Balgeet

Image
  પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા એકે કર્યું છે બંધ મોઢું બે હાથથી; ખોટું બોલાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા બીજે કરી છે બંધ આંખો બે હાથથી; ખોટું જોવાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા ત્રીજે કર્યા છે બંધ કાન બે હાથથી;   ખોટું સંભળાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા ગાંધીબાપુ નું બોધક રમકડું; પ્રેમલ ભુલાય ના હો, ડાયા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા     સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588                

Nana Amtha Vandrabhai - Balgeet

Image
  નાના અમથા વાંદરાભાઇને નાના અમથા વાંદરા ભાઈને  સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2) જબ્બો પહેર્યો, ધોતી પહેરી (2) ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ નાના અમથા વાંદરા ભાઈને  સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2) લાકડી લીધી,ચશ્મા પહેર્યા (2) સ્કૂટર ચાલ્યુ પોમ,સ્કૂટર ચાલ્યુ પોમ   નાના અમથા વાંદરા ભાઈને  સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2) પહેલા શોની ટિકિટ કપાવી (2) જોવા બેઠા આમ,જોવા બેઠા આમ નાના અમથા વાંદરા ભાઈને  સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2) સિનેમા હોલમાં થયો ધડાકો (2) નાસી છૂટ્યા આમ, નાસી છૂટ્યા આમ નાના અમથા વાંદરા ભાઈને  સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2) સંકલન   રઇશ મલેક  શ્રી  મોટીવિરવા પ્રા. શાળા  9664561588

Avyo Faganiyo - Balgeet

Image
  આવ્યો ફાગણિયો  કેસુડા ની કળીએ બેસી,  ફાગણિયો લહેરાયો, આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો...  કેસુડા ની ૦ રંગ ભરી પિચકારી ઊડે,  હૈયે હરખ ના માયો,  અબીલ ગુલાલ ગગનમાં ઉડે  (2) વ્રજમાં રાસ રચાયો,  આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસુડા ની ૦ લહર લહર લહેરાતો ફાગણ,  ફૂલડે ફોરમ લાયો,  કોકીલ કંઠી કોયલડી એ (2) ટહુકી ફાગ વધાયો,  આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસુડા ની ૦  પાને પાને ફુલડાં ધરિયા,  ઋતુ રાજવી આયો,  સંગીતની મહેફીલો જામી (2)  વસંત બહાર ગવાયો,  આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસુડા ની ૦ રંગોની ઉજાણી ઉડે,  કેસુડો હરખાયો,  ચેતનના ફુવારા છૂટ્યા (2) હોરી ધૂમ મચાયો,  આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો...  કે સુડા ની કળીએ બેસી,  ફાગણિયો લહેરાયો, આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો...  આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો...  સંકલન   રઇશ મલેક  શ્રી  મોટીવિરવા પ્રા. શાળા  9664561588

Rangila Patangiya - Balgeet

Image
રંગીલા પતંગિયા રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા,  હો હો હો,  હો હો હો, પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  આભમાં ઉડતા ને,  હાથમાં ના આવતા  પકડવા જાવ, ત્યાં તો ઉડી ઉડી જાતા  મન મારું, મોહી, લેતા રે પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા,  હો હો હો,  હો હો હો, પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  બાળકોના દેશમાં, રમવાને આવતા  દોડાવી દોડાવી, થકવી એ નાખતા  મન મારું, મોહી, લેતા રે પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા  હો હો હો  હો હો હો પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા  હો હો હો  હો હો હો પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588

Avyo Shiyalo - Balgeet

Image
આવ્યો શિયાળો ઠંડી લઇને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  સુરેશભાઈએ પહેર્યું સ્વેટર  મહેશભાઈએ બાંધ્યું મફલર  પૂજા આવી શાલ ઓઢીને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને   ઠંડો વાયુ વાય સગડે  ડોશીમા ની દાઢી ગગડે  તાપે સૌ કોઈ સગડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  ખજૂર ચીક્કી બોર લાવ્યો  પતંગ સાથે દોર લાવ્યો  શેરડીની  ગઠરી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588