Posts

Showing posts with the label Avyo Shiyalo

Avyo Shiyalo - Balgeet

Image
આવ્યો શિયાળો ઠંડી લઇને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  સુરેશભાઈએ પહેર્યું સ્વેટર  મહેશભાઈએ બાંધ્યું મફલર  પૂજા આવી શાલ ઓઢીને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને   ઠંડો વાયુ વાય સગડે  ડોશીમા ની દાઢી ગગડે  તાપે સૌ કોઈ સગડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  ખજૂર ચીક્કી બોર લાવ્યો  પતંગ સાથે દોર લાવ્યો  શેરડીની  ગઠરી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588