Chakiben Chakiben - Balgeet
ચક્કીબેન ચક્કીબેન ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં, આવશો કે નહીં. બેસવા ને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા આપીશ તને, આપીશ તને ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં, આવશો કે નહીં. પે'રવાને સાડી, મોર પીંછાવાળી, ઘુઘરિયા ઝાંઝર આપીશ તને, આપીશ તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં, આવશો કે નહીં. ચક ચક કરજો, ચી.. ચી.. કરજો.. ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં, આવશો કે નહીં. મમ્મી રમાડશે, પપ્પા રમાડશે, બેની ઝુલાવશે હિંચકે તને, હિંચકે તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા, આવશો કે નહીં, આવશો કે નહીં. સંકલન રઇશ મલેક શ્રી મોટીવિરવા પ્રા. શાળા 9664561588