Pahele Ramkade ho - Balgeet
પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા
પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;
બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા
એકે કર્યું છે બંધ મોઢું બે હાથથી;
ખોટું બોલાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા
પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;
બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા
બીજે કરી છે બંધ આંખો બે હાથથી;
ખોટું જોવાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા
પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;
બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા
ત્રીજે કર્યા છે બંધ કાન બે હાથથી;
ખોટું સંભળાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા
પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;
બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા
ગાંધીબાપુ નું બોધક રમકડું;
પ્રેમલ ભુલાય ના હો, ડાયા ત્રણ વાંદરા
પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;
બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા
સંકલન
રઇશ મલેક
શ્રી મોટીવિરવા પ્રા. શાળા
9664561588

Comments
Post a Comment