Avyo Faganiyo - Balgeet
આવ્યો ફાગણિયો
કેસુડા ની કળીએ બેસી,
ફાગણિયો લહેરાયો,
આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસુડા ની ૦
રંગ ભરી પિચકારી ઊડે,
હૈયે હરખ ના માયો,
અબીલ ગુલાલ ગગનમાં ઉડે (2)
વ્રજમાં રાસ રચાયો,
આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસુડા ની ૦
લહર લહર લહેરાતો ફાગણ,
ફૂલડે ફોરમ લાયો,
કોકીલ કંઠી કોયલડી એ (2)
ટહુકી ફાગ વધાયો,
આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસુડા ની ૦
પાને પાને ફુલડાં ધરિયા,
ઋતુ રાજવી આયો,
સંગીતની મહેફીલો જામી (2)
વસંત બહાર ગવાયો,
આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો... કેસુડા ની ૦
રંગોની ઉજાણી ઉડે,
કેસુડો હરખાયો,
ચેતનના ફુવારા છૂટ્યા (2)
હોરી ધૂમ મચાયો,
આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો...
કેસુડા ની કળીએ બેસી,
ફાગણિયો લહેરાયો,
આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો...
આવ્યો ફાગણિયો... રૂડો ફાગણિયો...
સંકલન
રઇશ મલેક
શ્રી મોટીવિરવા પ્રા. શાળા
9664561588

👏👏👏
ReplyDelete