Chalone Makodabhaini Janma -Balgeet
ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં

પમ પમ પમ પમ, પમ પમ પમ પમ
મચ્છરના વાજા વાગે છે,
માંકડ સૌનું સ્વાગત કરે છે,
કીડી મકોડા નાચ કરે છે, ગીતોના ગુલતાનમાં
ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં
બે ઘોડાની ગાડી બનાવી,
હોલો હાંકે તાનમાં,
મકોડા ભાઈ અંદર બેઠા, વરરાજા ના સ્વાંગમાં
ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં
કબૂતરે કંસાર બનાવ્યો,
ભાત બનાવે ભમરા ભાઈ,
જાનૈયા સૌ જમવા બેઠા, નાની મોટી હારમાં
ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં
ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં
ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં
સંકલન
રઇશ મલેક
શ્રી મોટીવિરવા પ્રા. શાળા
9664561588

Comments
Post a Comment