Posts

Rangila Patangiya - Balgeet

Image
રંગીલા પતંગિયા રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા,  હો હો હો,  હો હો હો, પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  આભમાં ઉડતા ને,  હાથમાં ના આવતા  પકડવા જાવ, ત્યાં તો ઉડી ઉડી જાતા  મન મારું, મોહી, લેતા રે પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા,  હો હો હો,  હો હો હો, પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  બાળકોના દેશમાં, રમવાને આવતા  દોડાવી દોડાવી, થકવી એ નાખતા  મન મારું, મોહી, લેતા રે પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા  હો હો હો  હો હો હો પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  હા હા હા  હો હો હો  હો હો હો પતંગિયા  રંગીલા રંગીલા રંગીલા પતંગિયા  સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588

Avyo Shiyalo - Balgeet

Image
આવ્યો શિયાળો ઠંડી લઇને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  સુરેશભાઈએ પહેર્યું સ્વેટર  મહેશભાઈએ બાંધ્યું મફલર  પૂજા આવી શાલ ઓઢીને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને   ઠંડો વાયુ વાય સગડે  ડોશીમા ની દાઢી ગગડે  તાપે સૌ કોઈ સગડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  ખજૂર ચીક્કી બોર લાવ્યો  પતંગ સાથે દોર લાવ્યો  શેરડીની  ગઠરી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  આવ્યો શિયાળો ઠંડી લઈને  ગોદળીયાળી બંડી લઈને  સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588

Chalone Makodabhaini Janma -Balgeet

Image
  ચાલોને મકોડાભાઇની જાનમાં  ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં   ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં  પમ પમ પમ પમ,  પમ પમ પમ પમ  મચ્છરના વાજા વાગે છે,  માંકડ સૌનું સ્વાગત કરે છે, કીડી મકોડા નાચ કરે છે,  ગીતોના ગુલતાનમાં  ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં  બે ઘોડાની ગાડી બનાવી, હોલો હાંકે તાનમાં, મકોડા ભાઈ અંદર બેઠા,  વરરાજા ના સ્વાંગમાં  ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં  કબૂતરે કંસાર બનાવ્યો, ભાત બનાવે ભમરા ભાઈ, જાનૈયા સૌ જમવા બેઠા,  નાની મોટી હારમાં  ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં  ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં  ચાલો ને, ચાલો ને, ચાલો ને, મકોડા ભાઈની જાનમાં  સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588