Posts

Showing posts from February, 2024

Chakiben Chakiben - Balgeet

Image
  ચક્કીબેન ચક્કીબેન ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. બેસવા ને પાટલો, સૂવાને ખાટલો,  ઓઢવાને પીંછા આપીશ તને, આપીશ તને  ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. પે'રવાને સાડી, મોર પીંછાવાળી, ઘુઘરિયા ઝાંઝર આપીશ તને, આપીશ તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. ચક ચક કરજો, ચી.. ચી.. કરજો..  ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. મમ્મી રમાડશે, પપ્પા રમાડશે, બેની ઝુલાવશે હિંચકે તને, હિંચકે તને. ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા,  આવશો કે નહીં, આવશો કે નહીં. સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588

Pahele Ramkade ho - Balgeet

Image
  પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા એકે કર્યું છે બંધ મોઢું બે હાથથી; ખોટું બોલાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા બીજે કરી છે બંધ આંખો બે હાથથી; ખોટું જોવાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા ત્રીજે કર્યા છે બંધ કાન બે હાથથી;   ખોટું સંભળાય નહીં હો, ડાહ્યા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા ગાંધીબાપુ નું બોધક રમકડું; પ્રેમલ ભુલાય ના હો, ડાયા ત્રણ વાંદરા પહેલે રમકડે હો, ડાહ્યા ત્રણ વાંદરા;  બેઠા છે હાર બંધ હો, ડાહ્યા ત્રણ વાંદરા     સંકલન   રઇશ મલેક  શ્રી મોટીવિરવા પ્રા. શાળા  9664561588